ઉદયન ઠક્કર

કાવ્ય વિશ્વ

તું આઠ વર્ષની હતી ત્યારે હું શીખવતી’તી તને સાઈકલ ચલાવતાં હું દોડતી’તી લાંબી ફાળે તારે પડખે તું જતી કદી આમ કદી તેમ વર્તુળાકાર પૈડાં પર મારું મોં થયેલું આશ્ચર્યથી વર્તુળાકાર જ્યારે તું નીકળી ગયેલી આગળ અચાનક બગીચાના વળાંકે હું પ્રતીક્ષા કરતી રહેલી તારા પડી જવાના ધબાકાની દોડતી રહેલી તારી લગોલગ પહોંચવા અને તું થતી રહેલી […]
પુરુષો બેઠા હતાત્યારે એ અંદર આવી, સાવ નિર્વસ્ત્રતેઓ ઢીંચતા હતા: તેમણે થૂંકવા માંડ્યુંએ નદીમાંથી તાજી જ નીકળી હતી, અબુધ-અણજાણએ માર્ગ ભૂલેલી જળપરી હતીઅપમાનો વહી ચાલ્યાં એની ચળકતી માંસપેશીઓ પરથીબિભત્સ રસમાં ડૂબતાં ગયાં એનાં સોનેરી સ્તનઅશ્રુથી અજાણી હોઈ એણે અશ્રુ ન સાર્યાંવસ્ત્રોથી અજાણી હોઈ એણે વસ્ત્રો નહોતાં પહેર્યાંતેમણે ખરડી એને, બળેલા બૂચ અને બીડીનાં ઠૂંઠિયાંથીતેઓ હસીહસીને […]
યોગેશ વૈદ્ય
આજે યોગેશ વૈદ્યનું કાવ્ય ‘ફરિયાદી’ માણીએ. કાવ્ય જેના મુખે કહેવાયું હોય તેને અંગ્રેજી વિવેચકો ‘સ્પીકર’ કહે છે, આપણે ‘વક્તા’ કહીશું. વક્તા કોઈને લેવા સ્ટેશને ગયો છે. ‘તે સવારની ૮.૩૫ની ગાડીમાં આવ્યોધુમાડાનો ગોટો થઈને પ્લેટફોર્મ પર ઊતર્યોતેના થોથર ચડી ગયેલા ગાલને લીધે હોય કેતે બહારના દૃશ્યોની ધરાર અવગણના કરતો હોયપણ મેં જોયુંકે તેની આંખો ખૂબ ઊંડે […]
૨૧ જૂનના દિવસે, ૧૨૦ જેટલા દેશોમાં વિશ્વ સંગીત દિવસ ઉજવાય છે; ઉદ્યાનોમાં અને સ્ટેડિયમમાં કંઠ્ય અને વાદ્યસંગીતના જાહેર કાર્યક્રમો થાય છે. માનવી પર સંગીતનો પ્રભાવ આદિકાળથી રહ્યો છે. સુશીલા મિશ્રાએ ‘સમ ઇમ્મોર્ટલ્સ ઓફ હિંદુસ્તાની મ્યુઝિક’ પુસ્તકમાં આવી કથા મૂકી છે: સ્વામી હરિદાસનો શિષ્ય તાનસેન અકબરના નવ રત્નોમાંનો એક હતો. તેનો ગુરુભાઈ સંગીતની ધૂનમાં સંસાર મૂકી […]
ગીતસાંકડો થઈ માઉં તો છું પણ આમ હું કદી આટલામાં ના માઉંઅસલી મારું રૂપ એવું કે ધરતીના આ માટલામાં ના માઉં.હાથ અને પગ સાવ નોંધારા લટક્યા કરે, સાવ નોંધારું શીશધાવણું બાળક માય, મને તો સાંકડાં પડે ઊપણાં અને ઈસચાર દિશાના ચાર પાયા હો એવડા નાના ખાટલામાં ના માઉંનીતર્યા નર્યાં નીરમાં મને ઝીલતું તારી આંખનું સરોવરજોઉં […]
સ્વામી આનંદ ગાંધીજીના વિશ્વાસુ સહાયક હતા.આપણે સુરેશ દલાલના નિરીક્ષણ સાથે સંમત થઈએ કે “ગુજરાતી ગદ્યસૃષ્ટિમાં આંબાવાડીઓ અને દ્રાક્ષના બગીચાઓ અનેક છે,પણ કલ્પવૃક્ષ એક જ છે ને તે સ્વામી આનંદ.” સ્વામીએ લખેલા ચિરસ્મરણીય જીવનચરિત્રોમાંનું એક તે ‘મોનજી રૂદર.’ પાત્ર પર આવતાં પહેલાં સ્વામી પરિવેશ વર્ણવે છે. “ગુજરાતની માથાભારે કોમો બે. પાટીદાર ને અનાવલા…બેવ જમીનમાલિક…પોતાની એંટ ઈજતમાં […]
શરદ જોશી (૧૯૩૧-૧૯૯૧) હિંદીના અગ્રગણ્ય વ્યંગકાર હતા. તેઓ બોલવાના હોય તેવા સંમેલનોમાં ઉપસ્થિત રહેવાનું હિંદી હાસ્યકવિઓ ટાળતા- એવા ડરથી કે પોતે ઝાંખા પડી જશે. એવું તે શું હતું શરદ જોશીની શૈલીમાં? ‘સરકાર કા જાદૂ’ નામનો તેમનો નિબંધ માણીએ.મંચ પર આવીને જાદૂગર બોલ્યો, “નમસ્કાર, સલામ, ગુડ ઈવનિંગ!” પછી એર ઇન્ડિયાના રાજાની જેમ નમ્રતાથી ઝુક્યો. (જુદા જુદા […]
(ડેડલસે પીંછાં મીણથી ચોંટાડીને પાંખો બનાવી અને પુત્ર ઇકરસને કહ્યું, ‘બહુ ઊંચે ન ઊડતો, નહિતર સૂર્યની ગરમીથી મીણ ઓગળી જશે.’ ઇકરસ ન માન્યો અને મીણ ઓગળતાં, ઊંધે માથે પછડાઈને સમુદ્રમાં ડૂબી મર્યો.- ગ્રીક મિથક.)હતો એનો એ જ પ્રસંગ પણહતાં ચિત્ર સાવ અલગ અલગ,જે નિહાળી એમ જ લાગતું,કે બન્યા બનાવ અલગ અલગ. એક‘ઇકરસ માટે વિલાપ’(ચિત્રકાર: હરબર્ટ […]
કાફકાની લઘુનવલ ‘મેટામોર્ફોસિસ’ (રૂપાંતર)ની શરૂઆત આમ થાય છે: “ગ્રેગર સામસાએ ખરાબ સપનાંવાળી રાત પછી જાગીને જોયું, તો તેનું મોટા જીવડામાં પરિવર્તન થઈ ગયું હતું.” બિછાનામાં પીઠ પર પડ્યે પડ્યે ગ્રેગરે પોતાનું ગોળ શરીર અને છ નાના પગ જોયાં. તેને વિચાર આવ્યો, “હું પાંચ વાગ્યાની ગાડી ચૂકી ગયો!” પોણા સાત થવા આવેલા, ઉતાવળ કરે તો સાતની […]
પારકા દેશમાં થતી સ્ત્રીઓની અવદશા વિશે તો ઘણું કહેવાયું છે, પણ આપણા પોતાના પ્રદેશમાં સ્ત્રીઓની દશાનું શું? ૨૦૧૫માં ‘મહોતું’ નવલિકા પ્રકટ થઈ ત્યારે લેખક રામ મોરીની વય માત્ર ૨૨ વર્ષની હતી. આ વાર્તા હર્ષા નામની કિશોરીને મુખે, સૌરાષ્ટ્રના ગોહિલવાડ પ્રદેશની ભાષામાં કહેવાઈ છે. “એ જય સગતમાં મારી બેનીને,” સાદ પાડતી એક કાંગસડી ડેલીમાં પ્રવેશે છે. […]