સ્વામી આનંદ ગાંધીજીના વિશ્વાસુ સહાયક હતા.આપણે સુરેશ દલાલના નિરીક્ષણ સાથે સંમત થઈએ કે “ગુજરાતી ગદ્યસૃષ્ટિમાં આંબાવાડીઓ અને દ્રાક્ષના બગીચાઓ અનેક છે,પણ કલ્પવૃક્ષ એક જ છે ને તે સ્વામી આનંદ.” સ્વામીએ લખેલા ચિરસ્મરણીય જીવનચરિત્રોમાંનું એક તે ‘મોનજી રૂદર.’ પાત્ર પર આવતાં પહેલાં સ્વામી પરિવેશ વર્ણવે છે. “ગુજરાતની માથાભારે કોમો બે. પાટીદાર ને અનાવલા…બેવ જમીનમાલિક…પોતાની એંટ ઈજતમાં […]
શરદ જોશી (૧૯૩૧-૧૯૯૧) હિંદીના અગ્રગણ્ય વ્યંગકાર હતા. તેઓ બોલવાના હોય તેવા સંમેલનોમાં ઉપસ્થિત રહેવાનું હિંદી હાસ્યકવિઓ ટાળતા- એવા ડરથી કે પોતે ઝાંખા પડી જશે. એવું તે શું હતું શરદ જોશીની શૈલીમાં? ‘સરકાર કા જાદૂ’ નામનો તેમનો નિબંધ માણીએ.મંચ પર આવીને જાદૂગર બોલ્યો, “નમસ્કાર, સલામ, ગુડ ઈવનિંગ!” પછી એર ઇન્ડિયાના રાજાની જેમ નમ્રતાથી ઝુક્યો. (જુદા જુદા […]
(ડેડલસે પીંછાં મીણથી ચોંટાડીને પાંખો બનાવી અને પુત્ર ઇકરસને કહ્યું, ‘બહુ ઊંચે ન ઊડતો, નહિતર સૂર્યની ગરમીથી મીણ ઓગળી જશે.’ ઇકરસ ન માન્યો અને મીણ ઓગળતાં, ઊંધે માથે પછડાઈને સમુદ્રમાં ડૂબી મર્યો.- ગ્રીક મિથક.)હતો એનો એ જ પ્રસંગ પણહતાં ચિત્ર સાવ અલગ અલગ,જે નિહાળી એમ જ લાગતું,કે બન્યા બનાવ અલગ અલગ. એક‘ઇકરસ માટે વિલાપ’(ચિત્રકાર: હરબર્ટ […]
કાફકાની લઘુનવલ ‘મેટામોર્ફોસિસ’ (રૂપાંતર)ની શરૂઆત આમ થાય છે: “ગ્રેગર સામસાએ ખરાબ સપનાંવાળી રાત પછી જાગીને જોયું, તો તેનું મોટા જીવડામાં પરિવર્તન થઈ ગયું હતું.” બિછાનામાં પીઠ પર પડ્યે પડ્યે ગ્રેગરે પોતાનું ગોળ શરીર અને છ નાના પગ જોયાં. તેને વિચાર આવ્યો, “હું પાંચ વાગ્યાની ગાડી ચૂકી ગયો!” પોણા સાત થવા આવેલા, ઉતાવળ કરે તો સાતની […]
પારકા દેશમાં થતી સ્ત્રીઓની અવદશા વિશે તો ઘણું કહેવાયું છે, પણ આપણા પોતાના પ્રદેશમાં સ્ત્રીઓની દશાનું શું? ૨૦૧૫માં ‘મહોતું’ નવલિકા પ્રકટ થઈ ત્યારે લેખક રામ મોરીની વય માત્ર ૨૨ વર્ષની હતી. આ વાર્તા હર્ષા નામની કિશોરીને મુખે, સૌરાષ્ટ્રના ગોહિલવાડ પ્રદેશની ભાષામાં કહેવાઈ છે. “એ જય સગતમાં મારી બેનીને,” સાદ પાડતી એક કાંગસડી ડેલીમાં પ્રવેશે છે. […]