તું આઠ વર્ષની હતી
ત્યારે હું શીખવતી’તી તને
સાઈકલ ચલાવતાં
હું દોડતી’તી લાંબી ફાળે
તારે પડખે
તું જતી કદી આમ કદી તેમ
વર્તુળાકાર પૈડાં પર
મારું મોં થયેલું આશ્ચર્યથી વર્તુળાકાર
જ્યારે તું નીકળી ગયેલી આગળ
અચાનક
બગીચાના વળાંકે
હું પ્રતીક્ષા કરતી રહેલી
તારા પડી જવાના ધબાકાની
દોડતી રહેલી તારી લગોલગ પહોંચવા
અને તું થતી રહેલી
વધુ નાની, વધુ ભંગુર
વધતા જતા અંતરમાં
તું પેડલ મારતી’તી
જીવ પર આવીને
હાસ્યના ફુવારા ઉડાવતી’તી
તારા કેશ ઊડતા’તા
[3:29 am, 3/6/2024] Joshi: File Name: Symborska
કેટલાંકને ગમે કવિતા
કેટલાંકને-
બધાંને નહિ. બહુમતિને ય નહિ. લઘુમતિને. શાળાઓ ન ગણીએ, (ત્યાં તો વાંચવી જ પડે)
અને કવિઓને પોતાને ન ગણીએ,
તો હજારે બે હશે.
ગમે-
એમ તો કોઈને ચિકન સૂપ ગમે, નૂડલ સાથે,
કોઈને ગમે પ્રશંસા અને ભૂરો રંગ,
કોઈને જૂનો સ્કાર્ફ,
કોઈને પોતાનો કક્કો ખરો કરવો ગમે,
કોઈને કૂતરો થપથપાવવો ગમે.
કવિતા-
પણ શું છે કવિતા?
આ પ્રશ્નના ઘણા અવળસવળ ઉત્તરો અપાયા છે.
પણ હું જાણતી નથી અને હું જાણતી નથી અને અઢેલી રહું છું એને,
જાણે એ ટેકો આપતો કઠેરો હોય.
-વિસ્લાવા સિમ્બોર્સ્કા
(પોલિશના અંગ્રેજી અનુવાદ પરથી અનુ. ઉદયન)
બાવન સ્ત્રી જેને માત રે) title
આ કાવ્યમાં ત્રણ પરિચ્છેદ છે, ત્રણેને અકેક શીર્ષક અપાયું છે. ત્રણેય શીર્ષક સાથે વાંચવાથી કાવ્યનું શીર્ષક બને છે, “કેટલાંકને ગમે કવિતા.”
કેટલાંકને-
કાવ્યને ચાહનારાં લઘુમતિમાં હોય છે. પણ લઘુમતિ અને અલ્પમતિમાં ફેર છે. સંસ્કૃત સુભાષિતમાં કહેવાયું છે, ‘તત્ત્વં કિમપિ કાવ્યાનાં જાનાતિ વિરલો ભુવિ.’ (કાવ્યતત્ત્વને જાણનારો ભૂમિ પર વિરલ હોય છે.) કાવ્ય સંકેત કરીને થોભી જાય અને અરસિક માણસ કેવળ સંકેતથી સમજે નહિ. રમેશ પારેખના ગીતનું મુખડું છે,
‘દરિયામાં હોય એને મોતી કહેવાય
તો આંખોમાં હોય એને શું?’
અરસિક માણસને પૂછશો તો ઉત્તર મળશે, ‘મોતિયો!’
શાળામાં કવિતા કમ્પલસરી હોય,એટલે એને ગણતરીમાં ન લેવાય. એમાં તો ગોખણપટ્ટી ચાલતી હોય. સુરેન ઠાકર મેહુલ બાલભારતી જુનિયર કોલેજમાં ભણાવતા હતા.વિદ્યાર્થીને કહ્યું, ભાઈ, ‘વૈષ્ણવજન’નું પદ વાંચ. વિદ્યાર્થીએ વાંચ્યું,
‘મોહ માયા વ્યાપે નહિ જેને
બાવન સ્ત્રી જેને માત રે…’
‘પરસ્ત્રી’માંના પહેલા બે અક્ષરને વિદ્યાર્થીએ ‘બાવન’ માની લીધેલા.
કવિઓની પોતાની પસંદને પણ અવગણવી પડે. એમને તો કવિતા સાંભળવામાં અને સંભળાવવામાં રસ પડવાનો જ! ટ્રેનમાં મુસાફરે બાજુવાળાને કહ્યું,’હું કવિ છું.’ પેલો તરત બોલ્યો,’હું બહેરો છું’
કવયિત્રી નિષ્કર્ષ પર આવે છે કે વિદ્યાર્થીઓ અને કવિઓને ન ગણીએ તો હજારમાં બે જ વ્યક્તિને કવિતા ગમતી હોય છે.
ગમે-
દરેકને કંઈ ને કંઈ ગમતું હોય.જૂના સ્કાર્ફ અને કૂતરાનો ઉલ્લેખ કરીને કવયિત્રી ઇશારો કરે છે કે ઘણાંને મન કવિતાનું મૂલ્ય આનાથી વધુ નથી.
કવિતા-
શું છે કવિતા? વર્ડ્સવર્થે કહ્યું ‘પોએટ્રી ઇઝ ધ સ્પોન્ટેનિઅસ ઓવરફ્લો ઓફ પાવરફુલ ફીલિંગ્સ.’ પછી ઉમેર્યું, ‘ઈમોશન્સ રિકલેક્ટેડ ઇન ટ્રાંક્વિલિટી.’ કુંતકે કહ્યું કે કવિતા વક્રોક્તિજીવિત છે. કોઈએ રસનો મહિમા કરતાં કહ્યું કે ‘કાવ્યં રસાત્મકં વાક્યમ્.’ કોઈએ કહ્યું કે સપાટ વિધાનથી નહિ પણ સંકેતથી-વ્યંજનાવ્યાપારથી જન્મે તે કવિતા. આવી વ્યાખ્યાઓથી તોબા પોકારીને કવયિત્રી બોલી ઊઠે છે, ‘હું જાણતી નથી અને હું જાણતી નથી.’
કાવ્યનો મર્મભાગ હવે આવે છે. અટારીને કઠેરો હોય. એ ખસકી જાય તો અઢેલનાર ગબડી પડે. ક્યારેક જીવન અને મોતનો પ્રશ્ન પણ બની જાય. કવિતા જીવનને આધાર આપતો કઠેરો છે. કવયિત્રી માટે એનું મૂલ્ય માત્ર ચિકન સૂપ જેટલું નથી. કવયિત્રી વિવેચક નથી એટલે વ્યાખ્યામાં નથી પડતાં. તેઓ હજારે બે-માં છે, અથવા એકે હજારા છે. કવિતા જ તેમનો આધાર છે. મનોજ ખંડેરિયા કહે છે તેમ:
તારે માટે ગઝલ મનોરંજન
મારે માટે તો પ્રાણવાયુ છે
પોલેન્ડના સિમ્બાર્સ્કાને ૧૯૯૬ના વર્ષ માટે સાહિત્યનો નોબેલ પુરસ્કાર મળ્યો હતો.
No Responses